Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજ પર પતંગના દોરાથી બચવા માટે પાલિકાએ તાર લગાવ્યા

શિયાળાની ઋતુમાં ઉતરાયણને (Uttarayana)લઇ પતંગ રસીકો ધારદાર દોડી નો ઉપયોગ કરતા હોય છે અને ઘણા લોકો ચાઈનીઝ દોડીનો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ આવી દોરી ના કારણે પતંગ કપાયા બાદ દોરી રોડ ઉપર પડતા ઘણા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા સાથે ઇજાગ્રસ્ત થતા હોવાની ફરિયાદો વચ્ચે જીવ પણ ગુમાવતા હોય છે જેના ભાગરૂપે નગરપાલિકા (Municipality)દ્વારા વાહનચાલકોની (Motorists safety)સુરક્ષા માટે લોખંડના તાર લગાવવાની કવાયત કરી છેà
ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજ પર પતંગના દોરાથી બચવા માટે પાલિકાએ તાર લગાવ્યા
Advertisement
શિયાળાની ઋતુમાં ઉતરાયણને (Uttarayana)લઇ પતંગ રસીકો ધારદાર દોડી નો ઉપયોગ કરતા હોય છે અને ઘણા લોકો ચાઈનીઝ દોડીનો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ આવી દોરી ના કારણે પતંગ કપાયા બાદ દોરી રોડ ઉપર પડતા ઘણા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવા સાથે ઇજાગ્રસ્ત થતા હોવાની ફરિયાદો વચ્ચે જીવ પણ ગુમાવતા હોય છે જેના ભાગરૂપે નગરપાલિકા (Municipality)દ્વારા વાહનચાલકોની (Motorists safety)સુરક્ષા માટે લોખંડના તાર લગાવવાની કવાયત કરી છે
સુરક્ષા માટે પાલિકાનું આગોતરું આયોજન
ઉતરાયણ પૂર્વે જ પતંગ રસિકો આકાશમાં પતંગ ચગાવવા માટે ઉત્સુક હોય છે પરંતુ ધારદાર દોરીને કારણે નિર્દોષ વાહન ચાલકો પતંગની દોરી નો ભોગ બનતા હોય છે અને ગત વર્ષે ભરૂચ ભૃગુઋષિ ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થતી એકટીવા ચાલકને પતંગની દોરી નો ઘસારો ગળા ઉપર લાગતા તેનું મોત થયું હતું જ્યારે માસુમ બાળકીનો બચાવ થયો હતો અને સમગ્ર ભરૂચમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું ત્યારે તાજેતરમાં ઉતરાયણ પૂર્વે જ કોઈ વાહન ચાલક પતંગની દોરીનો ભોગ ન બને તે માટે ફ્લાય ઓવરબ્રિજ સહિત જાહેર માર્ગો ઉપર વાહનચાલકોની સુરક્ષાના ભાગરૂપે લોખંડના તાર લગાવવાની કવાયત આરંભી દેવામાં આવી છે 



વાહન ચાલકોની સુરક્ષા માટે તાર લગાવ્યા
ત્યારે ઉતરાયણ ટાણે વાહન ચાલકો પણ પોતાનું વાહન ધીમી ગતિએ જાહેર માર્ગ ઉપરથી અહંકારી પોતાની પણ સુરક્ષા રાખે તે પણ જરૂરી છે અને ભરૂચમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા તત્વો ઉપર પોલીસ પણ કડક કાર્યવાહી કરે જે રીતે ગઈ વર્ષે થઈ હતી તે રીતે જ આ વખતે પણ વેપારીઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવે અને ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×